ભાવનગર-વેરાવળ દૈનિક ટ્રેન વધુ 4 સ્ટેશન પર ઉભી રહેશે, જાણો નવા સ્ટેશન અને ટ્રેનનો સમય
Bhavnagar-Veraval daily train : મુસાફરોની સુવિધા અને તેમની માંગને ધ્યાનમાં રાખીને રેલવે પ્રશાસને

Bhavnagar-Veraval daily train : મુસાફરોની સુવિધા અને તેમની માંગને ધ્યાનમાં રાખીને રેલવે પ્રશાસને ભાવનગર- વેરાવળ-ભાવનગર દૈનિક ટ્રેન (૦૯૫૬૬/૦૯૫૬૭) આજે ૯મી જૂનથી વડાલ, શાપુર, લુશાળા અને બડોદર સ્ટેશન પર સ્ટોપેજ કરવાની મંજૂરી આપી છે.
ભાવનગર ડિવિઝનના સીનિયર ડિવિઝનલ કોમશયલ મેનેજર માશૂક અહમદના જણાવ્યા અનુસાર ભાવનગરથી વેરાવળ જતી આ ટ્રેન નંબર ૦૯૫૬૬ આ ચાર સ્ટેશનો પર ઉભી રહેશે :
- વડાલ રેલ્વે સ્ટેશન પર રોજનો આગમન/પ્રસ્થાનનો સમય અનુક્રમે ૯.૦૫/૯.૦૬ વાગ્યે
- શાપુર રેલ્વે સ્ટેશન પર રોજનો આગમન/પ્રસ્થાનનો સમય અનુક્રમે ૯.૩૩/૯.૩૪ વાગ્યે
- લુશાલા રેલ્વે સ્ટેશન પર રોજનો આગમન/પ્રસ્થાનનો સમય અનુક્રમે ૯.૪૭/૯.૪૮ વાગ્યે, અને
- બડોદર રેલ્વે સ્ટેશન પર રોજનો આગમન/પ્રસ્થાનનો સમય અનુક્રમે ૯.૫૪/૯.૫૫ વાગ્યે રહેશે.
તેવી જ રીતે, વળતી દિશામાં, વેરાવળથી ભાવનગર જતી આ ટ્રેન નંબર ૦૯૫૬૭ આ ચાર સ્ટેશનો પર ઉભી રહેશે :
- બડોદર રેલ્વે સ્ટેશન પર રોજનો આગમન/પ્રસ્થાનનો સમય અનુક્રમે ૧૫.૪૧/૧૫.૪૨ વાગ્યે,
- લુશાલા રેલ્વે સ્ટેશન પર રોજનો આગમન/પ્રસ્થાનનો સમય અનુક્રમે ૧૫.૫૦/૧૫.૫૧ વાગ્યે
- શાપુર રેલ્વે સ્ટેશન પર રોજનો આગમન/પ્રસ્થાનનો સમય અનુક્રમે ૧૬.૦૧/૧૬.૦૨ વાગ્યે, અને
- વડાલ રેલ્વે સ્ટેશન પર રોજનો આગમન/પ્રસ્થાનનો સમય અનુક્રમે ૧૬.૨૯/૧૬.૩૦ વાગ્યે રહેશે.






