મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

BHAVNAGAR / આંબેડકર હોસ્ટેલમાં 6 મહિનાથી મળી રહ્યું છે ગુણવત્તા વગરનું અને જીવાતવાળું ભોજન, વિદ્યાર્થીઓએ કલેક્ટરને કરી રજૂઆત

Bhavnagar News : ભાવનગર શહેરના વાઘાવાડી રોડ પર યુનિવર્સિટીને અડીને આવ

BHAVNAGAR / આંબેડકર હોસ્ટેલમાં 6 મહિનાથી મળી રહ્યું છે ગુણવત્તા વગરનું અને જીવાતવાળું ભોજન, વિદ્યાર્થીઓએ કલેક્ટરને કરી રજૂઆત

Bhavnagar News : ભાવનગર શહેરના વાઘાવાડી રોડ પર યુનિવર્સિટીને અડીને આવેલી આંબેડકર હોસ્ટેલ ‘ભારત રત્ન ડો.બાબાસાહેબ આંબેડકર સરકારી કુમાર છાત્રાલય’ ફરી વિવાદમાં આવી છે.

આંબેડકર હોસ્ટેલમાં છેલ્લા છ મહિનાથી ગુણવત્તા વિહીન ભોજન આપવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત ભોજનમાં અવારનવાર ઇયળો તેમજ ધનેડા નીકળવાની પણ ફરિયાદો ઉઠી છે, તેમજ તારીખ જતી રહેલી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે, જેને લઈને વિદ્યાર્થીઓ વારંવાર બીમાર પડી રહ્યા છે. 

આ અંગે હોસ્ટેલના વોર્ડનને અનેક વાર રજૂઆત કરવા છતાં પણ કોઈ પણ પ્રકારનું નિરાકરણ નહીં આવતા આજે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એકઠા થયા હતા અને અને કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરી હતી. 

આ સમાચાર શેર કરો