મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ભાવનગર: સરધાર ગામના ખેડૂતે કરી આત્મહત્યા, પાક નિષ્ફળ જતા આધેડે ઝેરી દવા ગટગટાવી

રાજ્યના ભાવનગર હાઈવે પર સરધાર ગામના ખેડૂતે આત્મહત્યા કરવાની ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે&n

ભાવનગર: સરધાર ગામના ખેડૂતે કરી આત્મહત્યા, પાક નિષ્ફળ જતા આધેડે ઝેરી દવા ગટગટાવી

રાજ્યના ભાવનગર હાઈવે પર સરધાર ગામના ખેડૂતે આત્મહત્યા કરવાની ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે  રાજકોટ ભાવનગર હાઇવે પર આવેલ સરધાર ગામમાં ખેડૂતનો પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો હતો.

 પાક નિષ્ફળ જતા આધેડે ઝેરી દવા ગટગટાવી

ખેડૂતો બે એકર જમીનમાં વાવેલ પાક નિષ્ફળ જતા 45 વર્ષીય જેસિંગભાઈ અરજણભાઇ મકવાણાએ ઝેરી દવા પી લીધી હતી. દરમિયાન તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ જ ખેડૂતનું મોત થયું હતું. ચોમાસા બાદ પણ સતત માવઠાથી કોથમરી અને મગફળીનો પાક બળી ગયો હતો. ઘરના મોભીએ આત્મહત્યા કરી લેતા પરિવાર કલ્પાંત કર્યો હતો. ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી કરી હતી.

આ સમાચાર શેર કરો