VIDEO:ભરૂચમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગ ઝડપાયું, પોલીસે ૩.૬૩ લાખનો મુદ્દામાલ જપ્ત
સોર્સ : gstv
ભરૂચ એસ.ઓ.જી.ની ટીમે કાલુપીર ટકિયા-ધાનવાદી વિસ્તારમાં પીકઅપ વાનમાં ચાલતા ગેરકાયદેસર ગેસ રિફિલિંગના કૌભાંડનો પર્દાફાશ કરી એક આરોપીની ધરપકડ કરી છે. બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને ઘટનાસ્થળેથી બોલેરો ગાડી સહિત કુલ ૩ લાખ ૬૩ હજાર ૭૪૫ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસ તપાસમાં જપ્ત કરવામાં આવેલી વસ્તુઓમાં ૧૮ ભરેલા ગેસ સિલિન્ડર, ૩ ખાલી સિલિન્ડર, વજન કાંટો અને રિફિલિંગ પાઇપનો સમાવેશ થાય છે. આ ગેરકાયદેસર પ્રવૃત્તિ બદલ મૂળ રાજસ્થાનના અને હાલ ભરૂચમાં રહેતા સુનિલકુમાર બિશ્નોઈ નામના શખ્સ વિરુદ્ધ બી.એન.એસ.ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી ભરૂચ શહેર 'બી' ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

