Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ભરૂચ : Thieves took advantage of the absence of the house owners

Bharuch: મકાન માલિકોની ગેરહાજરીમાં ચોરોએ ઉઠાવ્યો લાભ, સોનુ-ચાંદી સહિત રોકડ રકમ ચોરાઈ

Timeછેલ્લું અપડેટ : 12 Nov 2025
લાઇવ ટીવીGoogle News
Bharuch: મકાન માલિકોની ગેરહાજરીમાં ચોરોએ ઉઠાવ્યો લાભ, સોનુ-ચાંદી સહિત રોકડ રકમ ચોરાઈ
સોર્સ : GSTV

ભરૂચ જિલ્લાના જંબુસરમાં ચોરોનો ત્રાસ વધ્યો છે, અહીં જંબુસર નગરમાં એકજ રાતમાં બજાર વિસ્તારમાં મકાનોના તાળા તૂટ્યા હોવાની ઘટના સામે આવી છે, સાથે જ જંબુસર બજારમાં શેઠ ખડકી અને ગોકળલાલાની ખડકીમાં લખોના મુદ્દા માલની ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર સોનુ ચાંદી સહીત રોકડ રકમની ચોરી થઈ છે. મકાન માલિકો બહારગામ ગયા હોવાથી ચોરોએ લાભ ઉઠાવ્યો હતો. શેઠ ખડકીમાં રહેતા હિતેશચન્દ્ર વિનોદચન્દ્ર ચોકસી તેમજ ગોકળ લાલાની ખડકીમાં રહેતા અજયભાઈ જુમખાવાલાના બંધ મકાનો જોઈને ચોરોએ તેને નિશાન બનાવ્યા હતા. વારંવાર જંબુસર નગરમાં થતી નાની- મોટી ચોરીઓ જંબુસર પોલીસ માટે પડકાર રૂપ છે. ત્યારે ચોરીની ઘટના બહાર આવતા જંબુસર પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ કરી રહી છે. ત્યારે ડૉગ સ્કાવોર્ડ અને FSL, ફિંગરપ્ર્રીન્ટ એક્સપર્ટની ટીમો પણ કામે લાગી છે. 
 

App Store