Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ભરૂચ : ST going on the wrong side hit an Eco near Waghpura

VIDEO: Bharuchના વાઘપુરા નજીક રોંગ સાઈડ જતી STએ ઈકોને લીધી અડફેટે, 2 વ્યક્તિના મોત, 3ની હાલત ગંભીર

Timeછેલ્લું અપડેટ : 22 Jul 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ભરૂચના ઝઘડિયા તાલુકાના વાઘપુરા ગામ નજીક આજે સવારે ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો જેમાં એસટી બસ અને ઇકો કાર વચ્ચે સામસામે ટક્કર થતાં બે લોકોનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું, જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.પ્રાપ્ત વિગતો મુજબ, રાજપીપલા ડેપોની એસટી બસ ઝઘડિયા તરફ રોંગ સાઈડ હંકારાતી આવી રહી હતી ત્યારે સામેથી આવી રહેલી ઇકો કાર સાથે ભીષણ અથડામણ થઈ હતી. બિસ્માર અને ખાડા ભરેલા રસ્તા હેતુએ વાહનચાલકોને રોંગ સાઈડ હંકારવાની મજબૂરી ઉભી થઈ રહી છે, જેને પગલે આ દુર્ઘટના બની હોવાનું પ્રાથમિક અનુમાન છે. અકસ્માતમાં ઈકો કારમાં સવાર બે વ્યકિતઓનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું, જ્યારે ત્રણ અન્ય વ્યકિતઓને ગંભીર ઇજા પહોંચી હતી. તમામ ઘાયલોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ મળતાની સાથે જ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

App Store

 

ટોપિક્સ:bharuchjhagadiaaccident