Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ભરૂચ : Big chemical theft racket busted in Bharuch: worth Rs 1.08 crore seized

VIDEO: ભરૂચમાં મોટું કેમિકલ ચોરીનું રેકેટ ઝડપાયું: ૧.૦૮ કરોડનો મુદ્દામાલ જપ્ત

Timeછેલ્લું અપડેટ : 09 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ભરૂચ ક્રાઈમ બ્રાન્ચે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર ચાલતા કેમિકલ ચોરીના મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. દહેજ નજીક એક્ઝિટ રોડ પરથી બે ટેન્કરમાંથી ગેરકાયદેસર રીતે સ્ટાયરીન કેમિકલ ચોરી કરતા બે આરોપીઓને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ ટેન્કર ડ્રાઈવરોની મિલીભગતથી કેમિકલ કાઢી પિકઅપ વાનમાં ભરી વેચાણ કરતા હતા. પોલીસે બે ટેન્કર, એક પિકઅપ વાન, 18 કેમિકલ ભરેલા કેરબા સહિત રૂ.1.08 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. મુખ્ય સૂત્રધાર સહિત ત્રણ આરોપી ફરાર છે, જેમની શોધખોળ માટે પોલીસે તપાસ તેજ કરી છે.

App Store