Bharuch News: ઓનલાઇન ઇન્વેસ્ટમેન્ટ ટ્રેડિંગના નામે કરોડો રૂપિયાની છેતરપિંડી, પોલીસે કર્યો ગેંગનો પર્દાફાશ

ભરૂચ સાયબર ક્રાઈમ પોલીસે ₹1.10 કરોડની છેતરપિંડીના કેસમાં ચાર આરોપીઓની ધરપકડ કરી છે. આ ગઠિયાઓએ 5117 એકાઉન્ટનો ઉપયોગ જુદા-જુદા એકાઉન્ટમાં 9427 ટ્રાન્ઝેક્શનથી ટ્રાન્સફર કરી મેળવી લીધી હતી. તેમણે ઓનલાઇન ટ્રેડિંગ કહી વધુ નફો કમાવવાની લાલચ આપી રૂપિયા એક કરોડ નવ લાખથી વધુ રકમ પડાવી હતી.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા સંપર્ક કરી Gurneet Randhawa નામની ફેક પ્રોફાઇલ ધરાવતા વ્યક્તિએ ફરિયાદીને લલચાવીને 'Lotteebay'નામની એક નકલી વેબસાઇટ પર એકાઉન્ટ ખોલાવી વસ્તુઓ ઓનલાઇન વેચીને વધુ નફો કમાવવાની લાલચ આપી હતી. અલગ-અલગ સમયે કુલ રૂપિયા એક કરોડ દસ લાખની રકમ વિવિધ UPI દ્વારા બેંક એકાઉન્ટમાં જમા કરાવી લઈ છેતરપિંડી આચરી હતી.
ભરૂચ સાયબર ક્રાઈમ પોલીસે આ અંગે ફરિયાદ નોંધતા ટેકનિકલ એનાલિસિસના આધારે તપાસ હાથ ધરી હતી. પોલીસ ઇન્સ્પેક્ટર વી.આર. ભરવાડના માર્ગદર્શન હેઠળ પોલીસે દરોડા પાડીને દિવ્યેશ ઉર્ફે દિવો, ધીરુભાઈ ભુવા, પ્રશાંત વઘાસિયા, તેમજ રૂષભ સતાસીયાની ધરપકડ કરી રિમાન્ડ મેળવી તપાસ હાથ ધરી હતી.
જેમાં ચોંકાવનારી હકીકતો બહાર આવી છે. 5117 એકાઉન્ટનો ઉપયોગ જુદા-જુદા એકાઉન્ટમાં 9427 ટ્રાન્ઝેક્શનથી ટ્રાન્સફર કરી મેળવી લીધી હતી. જેમાંથી 30 લાખની રકમ પોલીસને ફ્રીઝ કરવામાં સફળતા મળતા તે પરત આપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. સાયબર ક્રાઈમ પોલીસે ચાર મોબાઇલ છ ATM/ડેબિટ કાર્ડ, એક પાન કાર્ડ, ક્રેડિટ કાર્ડ સહિતના મુદ્દામાલ સાથે ચારેયની ધરપકડ કરી હતી. સાથે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

