Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ભરૂચ : A salaryman of 12 thousand received an huge electricity bill

Bharuchમાં 12 હજારના પગારદારને આવ્યું 87,00,000નું વીજબિલ! પરિવારના ઉડ્યા હોશ

Timeછેલ્લું અપડેટ : 19 Jul 2025
લાઇવ ટીવીGoogle News
Bharuchમાં 12 હજારના પગારદારને આવ્યું 87,00,000નું વીજબિલ! પરિવારના ઉડ્યા હોશ
સોર્સ : GSTV

Bharuch News: ભરૂચમાં સ્માર્ટ મીટર વિવાદ વચ્ચે કુકરવાડામાં એક સામાન્ય પરિવારને રૂપિયા 87 લાખનું વીજ બિલ આવતા ચકચારી મચી જવા પામી છે. ભરુચ શહેરમાં વિરોધ અને વિવાદ વચ્ચે સ્માર્ટ મીટર નાખવાની કામગીરી ચાલી રહી છે ત્યારે કુકરવાડાના સામાન્ય પરિવારને રૂ. 87 લાખનું બિલ આવતા તેમના હોશ ઉડી ગયા હતા.

App Store

ભરૂચ શહેર અને જિલ્લામાં જીઈબી દ્વારા સ્માર્ટ મીટરો લગાવવાની કામગીરી ભારે વિવાદ વચ્ચે ચાલી રહી છે. શહેરની અનેક સોસાયટીઓના રહીશો દ્વારા સ્માર્ટ મીટરો લગાવવાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. રહીશોનો આક્ષેપ છે કે જીઈબીના કર્મચારીઓ સ્માર્ટ મીટર જબરદસ્તી લગાવી રહ્યા છે અને લોકોની ફરિયાદો સાંભળવા માટે કોઇ તૈયાર નથી.

ભરૂચની એક સોસાયટીમા સ્માર્ટ મીટર લગાવા પહોંચેલા કર્મચારીઓને રહીશોએ વિરોધ સાથે સોસાયટીમાંથી બહાર કરી દીધા હતા. હાલ જબરજસ્ત આંદોલનનું વાતાવરણ છે ત્યારે આજે આ વિવાદ વચ્ચે કુકરવાડા ગામની નવીનગરીમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. નવનગરીમાં રહેતા બુધાભાઈ વસાવા, જે એક ખાનગી કંપનીમાં સફાઈ કર્મચારી તરીકે નોકરી કરે છે અને મહિનો 12,000 રૂપિયા કમાય છે. તેમને જીઈબી તરફથી 87 લાખ રૂપિયાનું વીજ બિલ પહોંચતા મકાન માલિકને 440 વોટનો કરંટ લાગ્યો છે. આ મામલે બુધાભાઈએ જીઈબી સંપર્ક કરવાની તજવીજ હાથ ધરી હતી. ભરૂચમાં સ્માર્ટ મીટરના વિવાદમાં આવા કિસ્સા આગમાં ઘી ઉમેરવા જેવું કામ કરી રહ્યા છે. ત્યારે વીજ કંપનીના જવાબદાર અધિકારીઓ વધુ સતર્ક થઈ કાર્ય કરે તે આવશ્યક છે.