Bharuch news: ચેઇન સ્નેચિંગના રીઢા આરોપીની ધરપકડ, રાજ્યમાં 28 ગુનાઓમાં હતી સંડોવણી

સોર્સ : GSTV
ભરૂચ પોલીસે રાજ્યભરમાં ચેઇન સ્નેચિંગના 20થી વધુ ગુનામાં સંડોવાયેલા રીઢા આરોપી કિશોર ઉર્ફે અજય મોહન માછીની ધરપકડ કરી છે. આરોપી તુલસીધામ પાસે આવેલી ચિત્રકૂટ સોસાયટીમાં વૃદ્ધ મહિલાની ચેન તોડી ભાગવાનો પ્રયાસ કર્યો, જો કે પોલીસે શીતલ સર્કલથી રેલ્વે સ્ટેશન વિસ્તારમાં વોચ ગોઠવી તેને ઝડપી પાડ્યો હતો. તપાસમાં અમદાવાદ, મહેસાણા, ગાંધીનગર, વડોદરા સહિત રાજ્યભરમાં 28 જેટલા ગુનાઓમાં સંડોવણી ખુલી છે. પોલીસે ટુ-વ્હીલર જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી હતી.

