VIDEO : ભરૂચ જામા મસ્જીદ વિવાદ ગરમાયો
ભરૂચની ઐતિહાસિક જામા મસ્જીદના મૂળ સ્વરૂપને લઈને વિવાદ વકર્યો છે. રાષ્ટ્રીય ધરોહર સંરક્ષણ સમિતિ દ્વારા સનાતન સંસ્કૃત

ભરૂચની ઐતિહાસિક જામા મસ્જીદના મૂળ સ્વરૂપને લઈને વિવાદ વકર્યો છે. રાષ્ટ્રીય ધરોહર સંરક્ષણ સમિતિ દ્વારા સનાતન સંસ્કૃતિના સંવર્ધન માટે હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે મોટી સંખ્યામાં હિન્દુ શ્રદ્ધાળુઓ, સંતો-મહંતો અને ચક્રધર સ્વામીના અનુયાયીઓ એકઠા થયા છે. અહીંથી હસ્તાક્ષર અભિયાન સાથે કલેક્ટરને આવેદન આપવા પગપાળા યાત્રા યોજાશે.અનુયાયીઓનો આક્ષેપ છે કે, આ ચક્રધર સ્વામીનું જન્મસ્થળ હોવા છતાં સાધકોને જવા દેવાતા નથી. જો કે, પોલીસ તંત્ર દ્વારા આ યાત્રાને પરવાનગી ન હોવા છતાં ભીડ ઉમટતા તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ છે. સુરક્ષા માટે જામા મસ્જીદ અને ગ્રાઉન્ડ ખાતે ૧ DYSP, ૧ PI સહિત એસ.ઓ.જીનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. એસપી અક્ષયરાજ મકવાણાએ પણ સ્થિતિની સમીક્ષા કરી છે.




