મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ભચાઉ નગરપાલિકામાં ભગવો લહેરાયો, ભાજપના 28માંથી 21 ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર

કચ્છ : ભચાઉ નગરપાલિકાની ચૂંટણી યોજાય તે પહેલા જ ભાજપનો ભગવો લહેરાયો છે. ચૂંટણી વગર ભાજપે

ભચાઉ નગરપાલિકામાં ભગવો લહેરાયો, ભાજપના 28માંથી 21 ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર

કચ્છ : ભચાઉ નગરપાલિકાની ચૂંટણી યોજાય તે પહેલા જ ભાજપનો ભગવો લહેરાયો છે. ચૂંટણી વગર ભાજપે બહુમતી મેળવી ભચાઉ નગરપાલિકા કબ્જે કરી છે.

કચ્છની ભચાઉ નગરપાલિકામાં કુલ 7 વોર્ડ છે જેમાં 28 ઉમેદવારોનો સમાવેશ થાય છે. ભાજપ 21 બેઠકો પર બિનહરીફ થઇ જતા ફરી ભચાઉ નગરપાલિકામાં ભગવો લહેરાયો છે. આવતી કાલે ફોર્મ ખેંચવાનો છેલ્લો દિવસ છે એટલે હજુ પણ ભાજપની બેઠકોમાં વધારો જોવા મળી શકે છે. ભચાઉ નગરપાલિકા કબ્જે કરતા ભાજપ દ્વારા જીતની ઉજવણી કરવામાં આવી હતી.

આ સમાચાર શેર કરો