સુરત જિલ્લા પંચાયતના પ્રમખુ આવ્યા વિવાદમાં, જમીનના કબ્જા બાબતે ગામના યુવક સાથે કરી ઝપાઝપી
લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. ત્યારે સુરત જિલ્લા પંચાયતના પ્રમુખના પતિ વિવાદમાં આવ્યાં છ

લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. ત્યારે સુરત જિલ્લા પંચાયતના પ્રમુખના પતિ વિવાદમાં આવ્યાં છે. ભાજપના સભ્ય અતુલ પટેલ જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિની પટેલના પતિ છે. એના ગામે પોતાના ગામના જ યુવક સાથે બબાલ કરતાં હોવાનો વીડિયો સામે આવ્યો છે. જમીનના કબ્જાને લઈને વિવાદ ચાલી રહ્યો છે. જેના પગલે જમીનના કબ્જાને લઈને ઝપાઝપી થઈ હતી.
વર્ષો જૂની જમીનના બબાલ
વર્ષો જૂની જમીનના કબ્જા બાબતે અતુલ પટેલ જે સી બી લઈ કામ કરવા ગયાં હતા. જેથી યુવકે અતુલ પટેલને ધક્કે ચડાવ્યા હતાં. એના ગામની હદમા જ આવેલી એક જમીન બાબતે કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. હજુ કોર્ટ દ્વારા કેસ બાબતે કોઈ ચુકાદો આપ્યો નથી. કોર્ટ કેસનો જ્યાં સુધી નિકાલ ન આવે ત્યાં સુધી કોઈ કામ થઈ ના શકે.
વીડિયો વાયરલ
યુવક દ્વારા અતુલ પટેલને ચુકાદો ન આવે ત્યાં સુધી જગ્યા એ કોઈ કામ ન કરવા રજૂઆત કરાઈ હતી. છતાં અતુલ પટેલ જે સી બી લઈ પહોંચી ગયા હતાં. જેથી યુવકે અતુલ પટેલ સાથે ઝપાઝપી કરી હતી. અતુલ પટેલ સુરત જિલ્લા પંચાયતના પ્રમુખના પતિ છે. આ વીડિયો સામે આવતા સોશિયલ મીડિયામાં ભારે ચર્ચા ચાલી રહી છે અને વીડિયો પણ ભારે વાયરલ થઈ રહ્યો છે.




