Banaskantha news: ડીસામાં નશીલા પદાર્થો વિરુદ્ધ જનઆક્રોશ, મેવાણીના સમર્થનમાં 500 સમર્થકોની મહારેલી

Banaskantha news: બનાસકાંઠા જિલ્લામાં નશીલા પદાર્થોના વધતા ચલણ સામે જનતા ખુલ્લા આક્રોશ સાથે રસ્તા પર આવી છે. વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના નિવેદનને સમર્થન આપવા થરાદ બાદ હવે ડીસામાં સમર્થકોની મહારેલી, પોલીસની કામગીરી પર ગંભીર સવાલો અને તરત જ કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે..
બનાસકાંઠાના થરાદ પછી હવે ડીસામાં પણ નશીલા પદાર્થોના વેચાણ સામે પ્રચંડ રોષ જોવા મળ્યો.વડગામ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ દારૂ, ડ્રગ્સ અને નશીલા પદાર્થોના ખુલ્લા વેચાણ મુદ્દે પોલીસ સામે સવાલો ઉઠાવ્યા બાદ સમર્થકોની મોટી સંખ્યાએ ડીસામાં મહારેલી યોજી હતી. રેલી દરમિયાન “હર્ષ સંઘવી હાય હાય” ના નારા પણ ગૂંજી ઉઠ્યા. સમર્થકો બેનરો સાથે પોલીસ વિરુદ્ધ અને મેવાણીના સમર્થનમાં પોતાની માગણીઓ રજૂ કરતા દેખાયા.
મહારેલી SDM કચેરીએ પહોંચી હતી જ્યાં સમર્થકોએ નાયબ કલેક્ટરને આવેદન પાઠવ્યું અને જિલ્લામાં વધતા દારૂ ડ્રગ્સના વેચાણ સામે કડક પગલાં લેવા તાત્કાલિક માંગ કરી. સમર્થકોએ સ્થાનિક સ્તરે પણ નશીલા પદાર્થોનું ચાલતું નેટવર્ક બંધ કરાવવા પોલીસ પર દબાણ વધાર્યું અને ચેતવણી આપી કે જો આગામી સમયમાં વેચાણ બંધ નહીં થાય તો જનતા પોતે જ રેડ કરવા ઉતરશે.
બનાસકાંઠા નશીલા પદાર્થોનું વધતું ચલણ ગંભીર મુદ્દો હાલ બન્યો છે હવે જોવાનું એ છે કે, જિલ્લા પોલીસ પર વધતા દબાણ વચ્ચે કેવી કાર્યવાહી કરવામાં આવશે..

