VIDEO/ હત્યાનો બદલો હત્યાથી! જામીન પર છૂટેલા શખ્સનું તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી મર્ડર
સોર્સ : GSTV
વાવ-થરાદ જિલ્લાના લાખણી તાલુકાના કુવાણા ગામે ગત રોજ ધોળા દિવસે યુવકની ગોળી મારી અને તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી કરાયેલી હત્યાના ગુનાનો ભેદ વાવ-થરાદ પોલીસે ગણતરીની કલાકોમાં ઉકેલી પાંચ આરોપીઓને ઝડપી જેલ હવાલે કર્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, મૂળ રાજસ્થાનનો રહેવાસી શામળ ફોટારામ ભીલ વર્ષ 2025માં વાવ થરાદના બુકણા ગામના અભાભાઈ ગોહિલની હત્યાના ગુનામાં સંડોવાયેલ હતો. જેલવાસ બાદ જામીન પર મુક્ત થયેલો શામળ ભીલ હાલમાં કાંકરેજ તાલુકાના કંબોઈ ગામે રહેતો હતો. બદલો લેવા માટે બુકણા ગામના પાંચ શખ્સોએ પૂર્વ આયોજન સાથે શામળ ભીલની હત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. પોલીસે 13 જેટલી ટીમો બનાવી ઝડપી તપાસ હાથ ધરી હતી અને હત્યામાં સંડોવાયેલા પાંચેય આરોપીઓને બે વાહનો સાથે ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

