Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / બનાસકાંઠા : Machine sealed after irregularities were found at Sai Hospital

દાંતીવાડાની સાંઈ હોસ્પિટલમાં સોનોગ્રાફીના વીડિયો રેકોર્ડિંગમાં ગેરરીતિ મળતા મશીન સીલ કરાયું

Timeછેલ્લું અપડેટ : 21 Feb 2025
લાઇવ ટીવીGoogle News
દાંતીવાડાની સાંઈ હોસ્પિટલમાં સોનોગ્રાફીના વીડિયો રેકોર્ડિંગમાં ગેરરીતિ મળતા મશીન સીલ કરાયું

રાજકોટની પાયલ હોસ્પિટલના મહિલાઓને ચેકઅપ દરમિયાનના CCTV વીડિયો વાયરલ થયા બાદ તંત્ર સફાળે જાગ્યું છે. એવામાં ફરી કંઈક આ પ્રકારની ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં બનાસકાંઠામાં બીજી એક ખાનગી હોસ્પિટલમાં સોનોગ્રાફીનું મશીન સીલ કરવામાં આવ્યું છે. ધાનેરા બાદ દાંતીવાડાની ખાનગી હોસ્પિટલમાં દર્દીઓની ગોપનીયતાને લઈ સોનોગ્રાફી મશીન સીલ કરવામાં આવ્યું છે. બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડામાં આવેલી સાઈ હોસ્પિટલમાં જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.

App Store

સ્થાનિક અરજદારે આ મામલે તાલુકા THOને રજૂઆત કરી હતી. જેથી THO દ્વારા કરવામાં આવેલી તપાસમાં વીડિયો રેકોર્ડિંગ અને અન્ય રેકોર્ડમાં ગેરરીતિ જોવા મળી હતી. જિલ્લા આરોગ્ય અધિકારીએ માહિતી આપી હતી કે, આ મુદ્દે આગળ કમિટી બનાવી નોટિસ આપવામાં આવશે અને આગળની કાર્યવાહી કરવામાં આવશે. જિલ્લા આરોગ્ય અધિકારી અને ટીમ દ્વારા કરાતી મશીન સીલ જેવી કાર્યવાહીથી અન્ય ગેરરીતિ આચરનારાઓમાં ફફડાટ વ્યાપ્યો છે.