VIDEO: Banaskantha/ શિક્ષણ વિભાગની ઘોર બેદરકારી; ભીષણ ગરમીમાં પતરાના શેડ નીચે ભણવા મજબૂર બન્યા બાળકો
ગુજરાત એક તરફ વિકાસશીલ રાજ્ય હોવાના દાવા કરે છે, ત્યારે બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાંથી સામે આવેલા દ્રશ્યોએ શિક્ષણ વિભાગ અને સરકારની કામગીરી પર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.
બનાસકાંઠાના દાંતામાં શિક્ષણ વિભાગની પોલ ખોલતો કિસ્સો સામે આવ્યો છે. પીપળાવાળી વાવ ગામની સરકારી શાળામાં 82 જેટલા બાળકો છેલ્લા 6 મહિનાથી ભીષણ ગરમીમાં, ખુલ્લામાં પતરાના શેડ નીચે અભ્યાસ કરી રહ્યા છે. જૂની ઇમારત તોડી પડાયા બાદ નવી ઇમારતનું કામ હજુ શરૂ થયું નથી. શાળાના આચાર્યએ જણાવ્યું હતું કે નવી ઈમારત થોડા મહિનામાં પૂર્ણ થશે. હાલમાં, બાળકો અને સ્ટાફને મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. બાળકો માટે બેસવા માટે બેન્ચ નથી કે નીચે પાથરવા માટે કોઈ શેતરંજી નથી. આ મામલે TPEO અધિકારીએ કહ્યું કે જો શાળાના આચાર્ય અમને વિનંતી કરે, તો અમે શાળાને હાલ માટે સવારના વર્ગોમાં બદલીશું.

