Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / બનાસકાંઠા : Banaskantha news: Two killed as speeding car hits tree in Tharad, liquor found in car

Banaskantha news: થરાદમાં પૂરઝડપે દોડતી કાર ઝાડ સાથે ભટકાતાં બેનાં મોત, કારમાંથી દારૂ મળ્યો

Timeછેલ્લું અપડેટ : 18 Feb 2026
લાઇવ ટીવીGoogle News
Banaskantha news: થરાદમાં પૂરઝડપે દોડતી કાર ઝાડ સાથે ભટકાતાં બેનાં મોત, કારમાંથી દારૂ મળ્યો
સોર્સ : GSTV

 બનાસકાંઠામાં ગમ્ખવાર અકસ્માતની દુર્ઘટના સર્જાઈ છે. મળતા અહેવાલ પ્રમાણે   દારૂ ભરીને લઈ જતી એક પૂરપાટ દોડતી કાર ઝાડ સાથે ભટકાતાં બે લોકોના મોત નીપજ્યા છે. આ અકસ્માત થરાદના પીલૂડા અને કરબૂણ ગામ વચ્ચે સર્જાયો હતો. જ્યાં દારૂ લઇને જતી એક મોંઘી કાર ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માતને પગલે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. 

App Store

ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો 

મળતી માહિતી અનુસાર કારમાં દારૂ ભરેલો હોવાથી કારચાલક પૂરપાટ ઝડપે જઈ રહ્યો હતો. આ દરમિયાન સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા તેની કાર બેકાબૂ થઇને રોડની સાઈડમાં ઊતરી પડી હતી. જેના બાદ અનેક ગુલાટીઓ ખાઈને કાર સીધી ઝાડ સાથે ભટકાઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં કારમાં સવાર બે લોકો ઘટનાસ્થળે જ મૃત્યુ પામી ગયા હતા. જ્યારે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. હાલ મામલે ઘટનાસ્થળે પહોંચી પોલીસે દારૂ કબજે કરીને વધુ તપાસ હાથ ધરી છે.