પાટણમાં માત્ર 12 પાસ યુવાન ચલાવતો હતો એલોપેથીક ક્લિનિક; દવાનો જથ્થો જપ્ત, ગુનો દાખલ
સોર્સ : gstv
પાટણ જિલ્લાના સમી તાલુકાના માંડવી ગામેથી એસઓજી અને આરોગ્ય વિભાગની સંયુક્ત રેડમાં એક બોગસ ડોક્ટર ઝડપાયો છે. માત્ર ધોરણ-12 સુધીનો અભ્યાસ કર ધરાવતો 24 વર્ષીય નરેશકુમાર જયંતિજી વાઘેલા કોઈપણ ડિગ્રી કે લાયસન્સ વગર ગેરકાયદેસર રીતે એલોપેથીક ક્લિનિક ચલાવી રહ્યો હતો.પોલીસે ક્લિનિકમાંથી એલોપેથીક દવાઓ, ઇન્જેક્શન, સિરીન્જ અને સ્ટેથોસ્કોપ સહિત કુલ ₹26,375નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા આ નકલી ડોક્ટર વિરૂદ્ધ ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર્સ એક્ટ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને એસઓજી પોલીસે કાયદેસરની આગળની તપાસ હાથ ધરી છે.

