મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં શ્વાનોને ખોરાક આપવા પર પ્રતિબંધ

રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં રખડતા શ્વાનોના વધતા ત્રાસને લઈને સત્તાધીશો દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય

રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં રખડતા શ્વાનોના વધતા ત્રાસને લઈને સત્તાધીશો દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ૩૦૦ એકરમાં ફેલાયેલા આ વિશાળ કેમ્પસમાં ૧૦૦થી વધુ શ્વાનો વસવાટ કરે છે, જે હોસ્ટેલના વિદ્યાર્થીઓ અને રાહદારીઓને બચકાં ભરતા હોવાની ફરિયાદો ઉઠી હતી. વિદ્યાર્થીઓની સુરક્ષા કાજે હવે કેમ્પસમાં શ્વાનોને ખોરાક અને પાણી આપવા પર સદંતર પ્રતિબંધ લગાવી દેવાયો છે.કુલપતિના જણાવ્યા અનુસાર, સુપ્રીમ કોર્ટના માર્ગદર્શન હેઠળ આ પગલું લેવાયું છે અને કોર્પોરેશનના સહયોગથી શ્વાનો માટે અલગ ડોગ સેન્ટર ઊભું કરવાની વિચારણા ચાલી રહી છે. જોકે, માનવતાના ધોરણે દરરોજ રાત્રે ૮ થી ૯ વાગ્યા દરમિયાન જ શ્વાનોને દૂધ પીવડાવવાની મર્યાદિત છૂટ આપવામાં આવી છે.

આ સમાચાર શેર કરો