ગીર સોમનાથમાં ગેરકાયદેસર ખનનની પ્રવૃત્તિ પર દરોડા, તંત્રએ ફટકાર્યો 55.47 કરોડનો દંડ
એક તરફ ગુજરાતભરમાં ખનીજ માફિયાઓ ગેરકાયદેસર રીતે ખનીજનું ખનન અને વહન કરી રહ્યા છે ત

એક તરફ ગુજરાતભરમાં ખનીજ માફિયાઓ ગેરકાયદેસર રીતે ખનીજનું ખનન અને વહન કરી રહ્યા છે તો બીજી તરફ ગીર સોમનાથમાં ગેરકાયદેસર ખનનની પ્રવૃત્તિ પર તંત્રએ લાલ આંખ કરી આળસને મરડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગીર સોમનાથ જિલ્લામાં પ્રતિબંધિત જંગલ વિસ્તારમાં ગેરકાયદેસર ખનનની પ્રવૃત્તિ પર તંત્રએ રેડ પાડી છે.
ગેરકાયદેસર ખનન બાબતે રૂ. ૫૫.૪૭ કરોડનો દંડ વસૂલવા નિયમ અનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ મામલે કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના સીધા માર્ગદર્શન હેઠળ, રેવન્યૂ વિભાગ તથા ખાણ અને ખનીજ કચેરીની સંયુક્ત ટીમ દ્વારા કોડિનાર તાલુકાના અરિઠિયા ગામમાં રેડ કરવામાં આવી છે. આ લીઝમાં થયેલ ગેરકાયદેસર ખનન બાબતે કુલ રૂ. ૫૫,૪૭,૯૪,૯૮૪ જેટલી દંડની રકમ વસૂલવા બાબતે નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.



