મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

પોરબંદર: કુખ્યાત ભીમા દુલા સહિત ત્રણ ઝડપાયા, હથિયારોનો ઝખીરો અને 50 લાખથી વધુ રોકડ રકમ જપ્ત

પોરબંદર પોલીસે વહેલી સવારે આદિત્યણા નજીકના બોરીચા ગામમાં દરોડા પાડ્યા હતા. દરોડામાં કુખ્

પોરબંદર: કુખ્યાત ભીમા દુલા સહિત ત્રણ ઝડપાયા, હથિયારોનો ઝખીરો અને 50 લાખથી વધુ રોકડ રકમ જપ્ત

પોરબંદર પોલીસે વહેલી સવારે  આદિત્યણા નજીકના બોરીચા ગામમાં દરોડા પાડ્યા હતા. દરોડામાં કુખ્યાત આરોપીને દબોચ્યો હતો. મળતા અહેવાલ પ્રમાણે આદિત્યણા નજીકના બોરીચા ગામે કુખ્યાત ગેંગ લીડર સામે મારામારીના કેસના આરોપીને ઝડપવા ગયેલા પોલીસને રોકડ રકમ પણ મળી હતી.

 ભીમા દુલાની વાડીમાંથી અડધા કરોડ રૂપિયા

કુખ્યાત ગેંગ લીડર ભીમા દુલાની વાડીમાંથી અડધા કરોડ રૂપિયા અને ઘાતક હથિયારોનો મોટો જથ્થો મળ્યો હતો.આ તમામ મુદ્દામાલને કબ્જે કર્યો હતો. પોલીસે ભીમા દુલા સહિત ત્રણ લોકોને પકડી સામે કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસમાં સામે આવશે કે આટલી મોટી સંખ્યામાં ઘાતક હથિયારોનો જથ્થો શા માટે રાખવામાં આવ્યો હતો.

આ સમાચાર શેર કરો