Aravali news: મેઘરજની વાત્રક નદીમાં નવા નીર આવ્યાં, ખેડૂતોમાં ખુશીનો માહોલ

Arvali news: અરવલ્લી જિલ્લાના મેઘરજમાં ઉપરવાસમાં ભારે વરસાદને લીધે વાત્રક નદીમાં નવા નીરની આવક થઈ છે. ચોમાસાની સિઝનમાં પહેલીવાર વાત્રક નદીમાં પહેલીવાર પાણી આવતા નદી બે કાંઠે વહેતી થઈ છે. જેને લઈ આસપાસના ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. અરવલ્લી જિલ્લા અને તેની ઉપરવાસમાં છેલ્લા ત્રણથી ચાર દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. જેના લીધે વાત્રક નદીમાં ભરપૂર પાણીની આવક નોંધાઈ છે.
અરવલ્લીના મેઘરની વાત્રક નદીમાં પાણીની આવક આવતા આસપાસના વિસ્તારોમાં બોરના કૂવાના પાણીના તળ ઉંચા આવશે. જેના લીધે પીવાના પાણી અને ખેતીકામ માટે ઉપયોગમાં લેવાતા પાણી વપરાશ કરી શકાશે. વાત્રક નદી બે કાંઠે વહેતી થતા આસપાસના ગામડાનાં લોકો અને ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થતા મેઘરજ,માલપુર, મોડાસા પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જેના લીધે ખેતીપાકને જીવતદાન મળ્યું હતું. વરસાદી માહોલને લીધે વાતાવરણમાં ઠંડક અનુભવાઈ હતી.

