Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : Gujarat: Gujarat, one of the richest states in the country, was overtaken by Bihar and Jharkhand, know how?

Gujarat: દેશના સૌથી સમૃદ્ધ રાજ્યોમાંના એક ગુજરાતને બિહાર અને ઝારખંડે પછાડ્યું, જાણો કઇ રીતે?

Timeછેલ્લું અપડેટ : 21 Aug 2025
લાઇવ ટીવીGoogle News
Gujarat: દેશના સૌથી સમૃદ્ધ રાજ્યોમાંના એક ગુજરાતને બિહાર અને ઝારખંડે પછાડ્યું, જાણો કઇ રીતે?
સોર્સ : GSTV

Gujarat: દેશના સૌથી ધનિક રાજ્યોમાંનું એક ગુજરાત, આવકની દ્રષ્ટિએ ઝારખંડ અને બિહાર કરતાં પાછળ રહી ગયું છે! તો શું આપણે હવે સમજી લેવું જોઈએ કે ગુજરાત હવે સમૃદ્ધ રાજ્ય નથી રહ્યું? ટાઇમ્સ ઑફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, 12 લાખથી 50 લાખ રૂપિયાની આવક જૂથમાં કરદાતાઓમાં ઝારખંડે ગુજરાત કરતાં સારું પ્રદર્શન કર્યું છે.

App Store

આ રાજ્ય ટોચ પર છે

12 લાખથી 50 લાખ રૂપિયા સુધીના કરદાતાઓના આવક જૂથમાં ટોચના 10 રાજ્યોની યાદીમાં કર્ણાટક ટોચ પર છે. જ્યાં આ સંખ્યા 20%થી વધુ છે. મહારાષ્ટ્ર પણ દર વર્ષે સૌથી વધુ કર ચૂકવવાના સંદર્ભમાં પ્રથમ આવે છે, પરંતુ આ યાદીમાં મહારાષ્ટ્ર આઠમા ક્રમે છે. કર્ણાટક રાજ્યમાં લખપતિઓનું પ્રમાણ સૌથી વધુ છે. કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલા આંકડામાં એ પણ જણાવાયું છે કે ભારતમાં સૌથી વધુ ભારતીયો એવા છે જેઓ વાર્ષિક 7.5 લાખ રૂપિયાથી ઓછી કમાણી કરે છે.

આવકવેરા ખાતા દ્વારા જારી કરાયેલા આંકડા પ્રમાણે  ઝારખંડમાં, 20% લોકો 12 લાખ રૂપિયાથી 50 લાખ રૂપિયાના સ્લેબ હેઠળ આવે છે. આ ઉપરાંત, ગુજરાતમાં આ આંકડો ફક્ત 7% છે. બિહાર પણ આ યાદીમાં ગુજરાતથી ઉપર છે. રિપોર્ટ દર્શાવે છે કે ઝારખંડમાં મધ્યમ વર્ગની તાકાત વધી રહી છે.

આંકડાઓ અનુસાર કર્ણાટકમાં પ્રત્યેક પાંચમાં કરદાતા લાખોપતિઓની શ્રેણીમાં આવે છે. કર્ણાટક બાદ પછીનો નંબર તેલંગાણા, ઝારખંડ, તામિલનાડુનો વારો આવે છે.  આ યાદીમાં દિલ્હી પાંચમા ક્રમે છે. અહીં 12 લાખ રૂપિયાથી 50 લાખ રૂપિયા સુધીના કરદાતાઓની સંખ્યા 17.6% છે. પુડુચેરી પણ આ બાબતમાં ગુજરાતથી આગળ છે. જેનો આંકડો 17.4% છે.

શું ગુજરાત હવે સમૃદ્ધ રહ્યું નથી?

12 લાખથી 50 લાખ રૂપિયાની શ્રેણીમાં કરદાતાઓની યાદીમાં ગુજરાત ખૂબ જ નીચે ક્રમે છે. નિષ્ણાતો કહે છે કે આ પાછળનું કારણ એ છે કે મોટી સંખ્યામાં લોકો વ્યવસાય અને સ્વરોજગાર સાથે સંકળાયેલા છે. તેઓ રોકડ વ્યવહાર ટાળે છે અને કર બચાવવાના વલણને અનુસરે છે. જેના કારણે તેમની કરપાત્ર આવક ઓછી છે. આ ઉપરાંત, જો આપણે ઝારખંડ અને બિહારની વાત કરીએ તો, ત્યાં મજૂરો અને સેવા ક્ષેત્રમાં કામ કરતા લોકોની સંખ્યા વધુ છે. તેઓ તેમની ઔપચારિકતાઓને કારણે આ સ્લેબ હેઠળ આવે છે. તેઓ સમયસર તેમનો આઇટીઆર પણ ફાઈલ કરે છે કારણ કે તેમણે સંપૂર્ણ આવક જાહેર કરી છે.

અર્થતંત્રની તાકાત છે મધ્યમ વર્ગ

વર્ષ 2024-25 માટે દાખલ કરાયેલા રિટર્ન દર્શાવે છે કે મધ્યમ વર્ગ દેશના અર્થતંત્રની તાકાત છે. 7.5 લાખ રૂપિયાથી ઓછી કમાણી કરનારા કરદાતાઓની સંખ્યા 60 ટકાથી વધુ છે. આ ઉપરાંત, 25 લાખ રૂપિયાથી વધુ કમાણી કરનારા કરદાતાઓની સંખ્યા ફક્ત 2.5 ટકા છે.