Arvalli news: કિલો ફેટે ભાવ નહીં પણ ૨૦ ટકા નફો આપવાની માંગ સાથે પશુપાલકોની બેઠક, બનાવી આગળની રણનીતિ

સોર્સ : gstv
સાબરડેરી સામે પશુપાલકોનો સતત સાતમા દિવસે વિરોધ યથાવત્ જોવા મળી રહ્યો છે. કિલો ફેટે ભાવ નહીં પણ ૨૦ ટકા નફો આપવાની માંગ સાથે આસપાસના ગામના પશુપાલકોએ મોડાસાના સજાપુર- ટીંટીસરમાં બેઠક યોજી હતી. જેમાં ૬૬ દૂધ મંડળીઓના આગેવાનો હાજર રહ્યા હતા.
અરવલ્લી જિલ્લાની ૮૦ ટકા ઉપરાંત દૂધ મંડળીઓ હજુ પણ બંધ હાલતમાં છે. પશુપાલકો હજુ પણ સાબર ડેરી સામે રોષ ઠાલવી રહ્યા છે. મોડાસાના સજાપુર- ટીંટીસરમાં પશુપાલકોની મોટી બેઠક મળી હતી, જેમાં મોડાસા અને ધનસુરા વિભાગની ૬૬ દૂધ મંડળીઓના આગેવાનો હાજર રહ્યા હતા. પશુપાલકોની માંગ મુજબ કિલો ફેટે ભાવ નહીં પણ ૨૦ ટકા નફો આપો અને ૭૪ પશુપાલકોને બિનશરતી છોડો. આ બેઠકમાં દૂધ મંડળીના ચેરમેન, સેક્રેટરી તેમજ પશુપાલકો ઉપસ્થિત રહી આગળની રણનીતિ વિશે ચર્ચા કરી હતી.

