Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અરવલ્લી : Aravalli: Students protest against professor, accused of sending obscene messages on WhatsApp

Aravalli News: અધ્યાપક સામે વિદ્યાર્થીઓનો ભારે વિરોધ પ્રદર્શન, વોટ્સએપ પર બિભત્સ મેસેજ મોકલવાનો આક્ષેપ

Timeછેલ્લું અપડેટ : 26 Nov 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અરવલ્લીના મોડાસામાં આવેલી સરકારી એન્જિનિયરિંગ કોલેજમાં એક અધ્યાપક સામે વિદ્યાર્થીઓએ ભારે વિરોધ પ્રદર્શન કર્યું હતુ. જણાવી દઈએ કે, કોલેજની ત્રણ જેટલી વિદ્યાર્થિનીઓના વોટ્સએપ પર બિભત્સ મેસેજ મોકલવામાં આવ્યા હોવાના આક્ષેપો, અધ્યાપક સામે મૂકવામાં આવ્યા છે.

App Store

આરોપ છે કે, અધ્યાપક મનીષ ચૌહાણ દ્વારા વિદ્યાર્થિનીઓને બિભ્તસ મેસેજ મોકલાયા હતા. જેને લઈને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ભોગ બનનાર વિદ્યાર્થીનીઓના સમર્થનમાં આવ્યા હતા. તેઓ ધરણા અને નારાજગી દર્શાવતા પ્રદર્શન માટે એકત્ર થયા હતા. આ પરિસ્થિતિ ગંભીર બનતા મોડાસા ટાઉન પોલીસ સ્થળ પર પહોંચી હતી અને વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી પરિસ્થિતિ નિયંત્રણમાં લેવા માટે પ્રયાસ કર્યો હતો.