પંચમહાલ: ઠગબાજ નિશાંક પાઠક સામે વધુ એક ફરિયાદ, મહિલા પાસેથી 11 લાખથી વધુની રકમ પડાવી
પંચમહાલ ડેરીમાં કાયમી નોકરી અપાવવાની લાલચ આપી છેતરપિંડી કરનાર ભેજાબાજ નિશાંક પાઠક ભાજપનો જ કાર્યકર હોવાન

પંચમહાલ ડેરીમાં કાયમી નોકરી અપાવવાની લાલચ આપી છેતરપિંડી કરનાર ભેજાબાજ નિશાંક પાઠક ભાજપનો જ કાર્યકર હોવાનું બહાર આવ્યું છે. ઉલ્લેનિય છે કે ભાજપના કાર્યકરે એક મહિલા પાસેથી ૧૧ લાખથી વધુની રકમ પડાવી છેતરપિંડી આચરી હતી.
હાવ ઉભો કરી લોકો સાથે નોકરી અપાવવાના બહાને છેતરપિંડી આચરી
નિશાંક પાઠક અને તેની સાથીદાર દીપકા રાઠોડ ચાર દિવસના પોલીસ રિમાન્ડ પર છે. નિશાંક પાઠક અનેક રાજકીય નેતાઓ સાથે ફોટા પડાવી તે પોતે વગદાર હોવાનો હાવ ઉભો કરી લોકો સાથે નોકરી અપાવવાના બહાને છેતરપિંડી કરતો હોવાનું બહાર આવ્યું છે.
મહિલાને કહ્યું આઈટીઆઈની કોઈ વેલ્યું નથી
સચિને મોબાઈલ પર વાતચીત દરમ્યાન મહિલાને કહ્યું પંચમહાલ ડેરીમાં કન્ફર્મ નોકરી છે, તે માટે ડોનેશનના રૂપિયા ભરવા પડશે, તેમજ ભણતરમાં આઈટીઆઈ કર્યું હોવાનું કહેતાં મહિલાને કહ્યું આઈટીઆઈની કોઈ વેલ્યું નથી તેમ કહેતાં સચિને પોતે 12 પાસ હોવાનું કહેતાં મહિલાએ તે માટે રૂપિયા 2.50 લાખ જમા કરાવતાં ઈન્ટરવ્યુની તારીખ મળી જશે તે જણાવી બીજા 2.50 લાખ ઈન્ટરવ્યુ વખતે આપવાના અને બીજા પાંચ લાખ ગોધરા આવો ત્યારે લઈ આવવાનું કહ્યું હતું






