Video: પાટડીમાં તંત્રની કામગીરી સામે રોષ

સુરેન્દ્રનગરના પાટડીમાં તળાવમાં ડૂબેલા યુવકની શોધખોળમાં તંત્રની કામગીરી સામે પરિવારજનો અને સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો છે. પાંચ સંતાનોના પિતા એવા યુવક ગઈકાલે સવારે તળાવમાં ડૂબ્યા હતા. યુવકની શોધખોળ પૂર્ણ થયા વિના જ ટીમ પરત ફરી જતાં તંત્રની કામગીરી સામે સવાલો ઊઠ્યા છે. પરિવારજનો સવારથી ભૂખ્યા પેટે યુવકના મૃતદેહની રાહ જોઈ રહ્યા હોવાની વિગતો સામે આવી છે. નગરપાલિકા દ્વારા બચાવ કામગીરી માટે સફાઈ કર્મચારીઓને મોકલવામાં આવ્યા હોવાનો પણ આક્ષેપ થયો છે. સમગ્ર ઘટનાને પગલે પાટડીમાં તંત્ર સામે ભારે નારાજગી જોવા મળી રહી છે.




