Video: સુરેન્દ્રનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર ન કરાતા ખેડૂતોમાં રોષ: પાક નિષ્ફળ જતાં સહાયની માંગ સાથે ઉગ્ર આંદોલનની ચીમકી

સરકારે 4 જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી સહાયની જાહેરાત કરી છે, પરંતુ સુરેન્દ્રનગરનો સમાવેશ ન કરાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ચોટીલા, મૂળી, થાનગઢ, સાયલા અને વઢવાણ સહિતના તાલુકાઓમાં ૨૫ ટકાથી વધુ વરસાદની ઘટ નોંધાઈ છે અને તળાવો-ચેકડેમો ખાલીખમ છે. કપાસના પાકમાં ૪૦ ટકા સુધી ઉત્પાદન ઘટ્યું હોવા છતાં ખેડૂતો સહાયથી વંચિત રહ્યા છે. બીજી તરફ, માલધારીઓ પણ પાણી અને ઘાસચારાના અભાવે હિજરત કરવા મજબૂર બન્યા છે.







