Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / આણંદ : VIDEO: Amit Chavda alleges that the NDA government has made all laws obsolete in 11 years

VIDEO: NDA સરકારે 11 વર્ષમાં તમામ કાયદા લૂલા બનાવી દીધા હોવાનો અમિત ચાવડાનો આક્ષેપ

Timeછેલ્લું અપડેટ : 12 Oct 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

VIDEO: આજે 12 ઓક્ટોબરના રોજ માહિતી અધિકારના કાયદાને 20 વર્ષ પૂરા થયા છે. જેને લઈ  આણંદ ખાતે ગુજરાત કૉંગેસ પ્રમુખ અમિત ચાવડાએ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સામે લગાવ્યા આક્ષેપ. જેમાં તેમને જણાવ્યું કે, યુપીએ સરકારના સમયમાં વર્ષ 2005માં અમલમાં આવેલ કાયદાની સ્થિતિ નબળી છે. માહિતી અધિકાર કાયદો આજે લૂલો બની ગયાનો કોંગ્રેસનો આક્ષેપ છે.  યુપીએના સમયમાં માહિતી અધિકાર, જમીન અધિગ્રહણ અને ખાધ્ય સુરક્ષા જેવા કાયદા લાવ્યા પરંતુ NDA સરકારે 11 વર્ષમાં તમામ કાયદા લૂલા બનાવી દીધા હોવાનો આક્ષેપ લગાવ્યો હતો. યુપીએ સરકારે માહિતીના કાયદા હેઠળ લોકોને માહિતીનો હક્ક આપ્યો જ્યારે NDA સરકારે તેમાં સુધારો કરી લોકોનો હક્ક છીનવી લીધા છે.

App Store

રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ગૃહમંત્રી પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. ગૃહમંત્રી ભાષણ ચાલુ કરે છે અને મોટી-મોટી વાતો કરે છે પણ ગુજરાત રાજ્યમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઈ છે. રાજ્યમાં દારૂનું વેચાણ વધ્યું, ડ્રગની વેચાણ વધ્યું  છે. આ ઉપરાંત મહિલાઓની સુરક્ષા માટે જાણીતા ગુજરાતમાં મહિલાઓની સુરક્ષિત નથી. નાની બાળકીઓથી લઈ મહિલાઓ પર બળાત્કાર અને સામૂહિક દુષ્કર્મના કિસ્સા વધ્યા છે. ગુજરાત સરકાર લોકોને સલામતી આપવામાં નિષ્ફળ ગઈ હોવાના કોંગ્રેસ પ્રમુખે લગાવ્યો આક્ષેપ.