Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / આણંદ : Huge uproar in Anand's Mogar Panchayat, clashes in budget meeting

VIDEO : આણંદની મોગર પંચાયતમાં ભારે હોબાળો, બજેટ સભામાં ભડકો, 8 વિરોધી મતોથી બજેટ નામંજૂર

Timeછેલ્લું અપડેટ : 03 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

આણંદ જિલ્લાના મોગર ગામમાં ગ્રામ પંચાયતની બજેટ સભા દરમિયાન ભારે હોબાળો સર્જાયો હતો. સરપંચના પુત્ર દ્વારા પંચાયતનો વહીવટ ચલાવવામાં આવતો હોવાના આક્ષેપો વચ્ચે સભામાં બજેટ મુદ્દે મતદાન કરાયું હતું. જેમાં સાત સામે આઠ મત પડતાં બજેટ નામંજૂર થયું છે. વિરોધી સભ્યોનું કહેવું છે કે તેમના સૂચનો અને રજૂઆતોને બજેટમાં સ્થાન આપવામાં આવ્યું નથી, જોકે તેઓ ગામના વિકાસના વિરોધી નથી. બજેટ સભા સ્થાનિકોની હાજરીમાં જાહેરમાં યોજાઈ હતી અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે એક્ઝીક્યુટિવ મેજિસ્ટ્રેટ તેમજ પોલીસનો કાફલો પણ તૈનાત રાખવામાં આવ્યો હતો. હવે પંચાયત સુપરસીડ થવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે.

App Store