Anand news: આંકલાવના નાવખલ ગામે ચીકુની વાડીમાં કરંટ લાગતા 11 વર્ષની બાળકીનું મોત

સોર્સ : gstv
આંકલાવના નાવખલ ગામે ચીકુની વાડીમાં ઝટકા મશીનનો કરંટ લાગતા 11 વર્ષની બાળકીનું મોત નીપજ્યું છે. ભાવના ઠાકોર નામની બાળકી ચીકુ તોડવા ગઈ ત્યારે તારના સંપર્કમાં આવી ગઈ હતી.પરિવારનો આક્ષેપ છે કે ઝાટકા મશીનમાં નિયમ વિરુદ્ધ ડાયરેક્ટ વીજ કરંટ આપવામાં આવ્યો હતો. આંકલાવ પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે અને વાડી માલિક વિરુદ્ધ તપાસ હાથ ધરી છે.

