Anand news: અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટરે બે રૂપિયાનો વધારો, આવતીકાલથી નવા ભાવ થશે અમલી

ભારતની સૌથી મોટી દૂધ ઉત્પાદક સહકારી સંસ્થા, ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF), જે અમૂલ બ્રાન્ડ હેઠળ દૂધ અને દૂધની બનાવટોનું વેચાણ કરે છે, તેણે દૂધના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી છે. અમૂલ દ્વારા પ્રતિ લિટર રૂપિયા 2નો વધારો કરવામાં આવ્યો છે, જે 14 મે 2026થી સમગ્ર ભારતમાં અમલમાં આવશે.
ભાવ વધારાનું ગણિત
અમૂલ દ્વારા કરવામાં આવેલો આ વધારો મુખ્ય વેરિઅન્ટ અને પેક પર લાગુ પડશે. ટકાવારીની દ્રષ્ટિએ જોઈએ તો મહત્તમ વેચાણ કિંમતમાં 2.5% થી 3.5% સુધીનો વધારો થયો છે. જોકે, ફેડરેશનનું કહેવું છે કે આ વધારો વર્તમાન સરેરાશ ખાદ્ય ફુગાવા કરતાં ઓછો છે.

શા માટે વધ્યા ભાવ?
આ ભાવ વધારા પાછળ મુખ્યત્વે પશુપાલકોના ઉત્પાદન ખર્ચમાં થયેલો વધારો જવાબદાર છે. છેલ્લા એક વર્ષમાં પશુ આહાર, દૂધ પેકેજિંગ ફિલ્મ અને બળતણના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે.અમૂલના સભ્ય સંઘોએ છેલ્લા એક વર્ષમાં ખેડૂતોને ચૂકવવામાં આવતા ભાવમાં પ્રતિ કિલો ફેટ દીઠ રૂ. 30 (આશરે 3.7%) નો વધારો કર્યો છે.
.

