Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / આણંદ : 2 doctors arrested for practicing without medical degrees in 48 hours

Anand news: 48 કલાકમાં મેડિકલ ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા 2 ડૉક્ટરની ધરપકડ

Timeછેલ્લું અપડેટ : 19 Dec 2025
લાઇવ ટીવીGoogle News
Anand news: 48 કલાકમાં મેડિકલ ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા 2 ડૉક્ટરની ધરપકડ
સોર્સ : Google

Anand news: આણંદ જિલ્લામાં નકલી અને મેડિકલની ડિગ્રી વગર બની બેઠેલા અને હજારો દર્દીઓના આરોગ્ય સાથે ચેડાં કરતા ઝોલા છાપ તબીબો સામે આણંદ એલસીએ કાર્યવાહી હાથ ધરી હતી. આ કાર્યવાહી હેઠળ આણંદ જિલ્લામાં ગત 48 કલાકમાં તબીબની ડિગ્રી વગર સારવાર કરનાર બે બોગસ ડૉક્ટરોની ધરપકડ કરી તેઓની સામે પગલાં લેવામાં આવ્યા છે. 

App Store

મળતી માહિતી અનુસાર, આણંદ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી નકલી ડૉકટરોનો રાફડો ફાટી નીકળ્યો છે. જેને લઈ એલસીબીએ આવા મુન્નાભાઈ એમબીબીએસ સામે ઝૂંબેશ શરૂ કરી તેઓની સામે કાર્યવાહી હાથ ધરી છે. મેડિકલની ડિગ્રી વગર સારવાર કરતા અને લોકોનાં સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનાર સામે આણંદ એલસીબીએ લાલ આંખ કરી છે. આવા જ 5 વર્ષથી ગામડી ગામે ડૉક્ટર બની નાગરિકોનાં આરોગ્ય સાથે ચેડાં કરનાર બોગસ ડૉક્ટર અરવિંદ પરમારની અટકાયત કરી હતી. આ તબીબી અધિકારીને સાથે રાખી એલસીબીએ તપાસ કરતા ભાંડો ફૂટ્યો હતો. તેવી જ રીતે ઈસ્માઈલ નગરમાં છેલ્લા 3 વર્ષ થી ડિગ્રી વગર ડૉકટરની પ્રેક્ટિસ કરતો બોગસ ડૉકટર ઝડપાયો હતો. મૂળ પશ્ચિમ બંગાળનો પ્રકાશ બાલા આણંદ શહેરના ઈસ્માઈલ નગરમાં રહી ડૉક્ટરની બોગસ પ્રેક્ટિસ કરતો સકંજામાં આવ્યો છે. આરોગ્ય અધિકારીને સાથે રાખી આણંદ એલસીબીની ટીમે તબીબ હોવાના પુરાવા માંગતા કોઈ પુરાવા નહોતા મળ્યા, જેથી આખરે પોલીસે બન્ને બોગસ તબીબ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.