આણંદ/ હવે તો હદ થઈ!! બેંક લોકરમાંથી 60 તોલા સોનું અને 10 લાખ રૂપિયા ચોરાયા
લોકો ઘરમાં ચોરીની બીકથી સેફ્ટી માટે લોકો બેંકના લોકરમાં સોના ચાંદી અને રોકડ રાખતા હોય છે.

લોકો ઘરમાં ચોરીની બીકથી સેફ્ટી માટે લોકો બેંકના લોકરમાં સોના ચાંદી અને રોકડ રાખતા હોય છે. પરંતુ હવે બેંકના લોકરો પણ સેફ નથી. આણંદ જિલ્લામાં બેન્ક ઓફ બરોડાના લોકરમાં મુકેલા દાગીનાની ચોરી થતા બધા આશ્ચર્ય પામી ગયા છે. ગત 7/2/24થી 18/9/24 વચ્ચે ચોરે ખેલ પાડી દીધો છે. આણંદ ગ્રામ્ય પોલીસે 3 મહિને ગુનો નોંધ્યો અને LCBને તપાસ સોંપવામાં આવી છે.
આ પણ વાંચોઃ VIDEO: રાજકોટમાં સ્કૂલ બસે લાઈટના થાંભલાને મારી ધડકાભેર ટક્કર, 3 વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત
જણાવી દઈએ કે વઘાસીના રહેવાસી અને નિવૃત્ત જીવન જીવતા સુભાષભાઈ કે પટેલનું આણંદના ચિખોદરા સ્થિત બેન્ક ઓફ બરોડામાં લોકર ખોલાવ્યું અને આ લોકરમાં મુકેલા 60 તોલા સોનુ અને 10.50 લાખ ચોરાઈ ગયા. બેંકના પટાવાળા વિપુલ વી કેસરિયા દ્વારા ડુપ્લીકેટ ચાવી બનાવી લોકર સફાચટ કરી દીધું હોવાની આશંકા છે.




