મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

હિંમતનગર બાયપાસ પર આવેલી બંધન બેંકના કર્મચારીએ 35 હજારની છેતરપિંડી આચર્યાનો આક્ષેપ

ગુજરાતી ભાષામાં એક કહેવત છે કે, ''વાડ જ ચીભડાં ગળે''

હિંમતનગર બાયપાસ પર આવેલી બંધન બેંકના કર્મચારીએ 35 હજારની છેતરપિંડી આચર્યાનો આક્ષેપ

ગુજરાતી ભાષામાં એક કહેવત છે કે, ''વાડ જ ચીભડાં ગળે'' આ કહેવત સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર બાયપાસ રોડ પર આવેલી ખાનગી બંધન બેંકના મહિલા ગ્રાહક સાથે બની છે. સાબરકાંઠા જિલ્લાના કાંકરોલ ગામની મહિલાની જાણ બહાર બંધન બેંકના કર્મચારીએ 35 હજારની લોન ઉઠાવી લીધાનો આરોપ મહિલાએ મૂક્યો છે.

હિંમતનગર શહેરના બાયપાસ રોડ પર આવેલી ખાનગી બંધન બેંકમાં કાકરોલ ગામની મહિલાએ તેની ભાઈ સાથે એક વર્ષ પહેલા લોન લેવા માટે જરૂરી દસ્તાવેજો લઈને ગઈ હતી ત્યારે લોન નહિ મળે તેમ જવાબ આપતા મહિલા ગ્રાહક તેના ભાઈ સાથે ગામડે પરત જતાં રહ્યાં હતાં. જો કે, એક વર્ષ પછી બેંકે મહિલાના ઘરે જઈ 40 હજારની લોન બાકી હોવાની નોટિસ મોકલી હતી. જો કે, મહિલાના ભાઈએ સમગ્ર બાબતે બેંકમાં જઈ જાત તપાસ કરાવતા બેંકના કર્મચારીએ 35 હજાર રૂપિયાની લોન લઈને છેતરપિંડી આચરી હોવાનો ઘટસ્ફોટ થયો હતો. આમ છતાં બંધન બેંકના મૅનેજરે કર્મચારીએ કરેલા ફ્રોડમાં અમારે કોઈ લેવાદેવા ન હોવાનું જણાવીને સદંતર હાથ અધ્ધાર કરી દીધા હતા. છેલ્લે કોઈ ઉકેલ ન મળતા 35 હજાર રૂપિયાની છેતરપિંડીનો ભોગ બનનાર મહિલા જવાબદાર તમામ સામે કાયદેસરની કાર્યવાહી કરે તેવી માંગ કરી હતી.

આ સમાચાર શેર કરો