VIDEO : અમરેલીમાં તંત્રનું બુલડોઝર: ૧૦૦ જેટલા ગેરકાયદેસર દબાણો કરાયા દૂર
સોર્સ : gstv
અમરેલી શહેરમાં આજે વહીવટી તંત્ર અને નગરપાલિકા દ્વારા સંયુક્ત રીતે એક મોટું મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું. શહેરના વ્યસ્ત ગણાતા લાઠી રોડ અને કુકાવાવ રોડ પર આવેલા અંદાજે ૧૦૦ જેટલા ગેરકાયદેસર દબાણોને હટાવવા માટે પાલિકા અને આર એન્ડ બી (R&B) વિભાગ દ્વારા અગાઉથી જ નોટિસો ફટકારવામાં આવી હતી. આ નોટિસ મળ્યા બાદ મોટાભાગના દબાણકારોએ પોતાના દબાણો સ્વૈચ્છિક રીતે જ હટાવી લીધા હતા, જ્યારે બાકી બચેલા પાકા અને કાચા દબાણો પર વહીવટી તંત્રનું બુલડોઝર ફરી વળ્યું હતું. કોઈપણ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે રેવન્યુ વિભાગ, પીજીવીસીએલ, નગરપાલિકા અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ સમગ્ર કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી, જેનાથી રસ્તાઓ હવે ખુલ્લા અને મોકળા બન્યા છે.

