Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમરેલી : VIDEO: Rainy weather prevails in Amreli district for the third consecutive day

VIDEO : અમરેલી જિલ્લામાં સતત ત્રીજા દિવસે ધોધમાર વરસાદ યથાવત્

Timeછેલ્લું અપડેટ : 14 Sept 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયાથી વરસાદે વિરામ લીધો છે ત્યારે સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ યથાવત્ છે. રવિવારે અમરેલી શહેરમાં બપોર બાદ વરસાદે જમાવટ કરી હતી.

App Store

અમરેલી શહેરના રાજકમલ ચોક, હીરા મોતી ચોક, બસ સ્ટેન્ડ વિસ્તાર, હરિરોડ, ભીડભંજન સહિતમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદને લીધે રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થયા હતા. અમરેલી જિલ્લામાં પાછોતરા વરસાદને લઈ ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. કપાસ, મગફળી, ડુંગળી સહિતના ઊભા પાકને સીધો ફાયદો થવાનો છે. 

હવામાન વિભાગની આગાહી બાદ અમરેલી શહેર ઉપરાંત સાવરકુંડલા, બાયપાસ, ચક્કરગઢ રોડ, લીલીયા રોડ અને બહારપરા જેવા વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો. નગરપાલિકાની કામગીરીની પોલ ખુલી જતાં, સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે.