Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Indigo flight from Ahmedabad to Guwahati suffers a glitch, passengers kept waiting for two and a half hours

Ahmedabad news: અમદાવાદથી ગુવાહાટી જતી ઈન્ડિગોની ફલાઈટમાં ખામી, મુસાફરોને અઢી કલાક બેસાડી રખાયા

Timeછેલ્લું અપડેટ : 14 Sept 2025
લાઇવ ટીવીGoogle News
Ahmedabad news: અમદાવાદથી ગુવાહાટી જતી ઈન્ડિગોની ફલાઈટમાં ખામી, મુસાફરોને અઢી કલાક બેસાડી રખાયા
સોર્સ : GSTV

Ahmedabad news: ગત 12મી જૂન અમદાવાદથી લંડન જતી ફલાઈટ ક્રેશ થયા બાદ છેલ્લા ત્રણ મહિનાથી વિમાન સેવાને કોણ જાણે કોની નજર લાગી છે. કોઈને કોઈ ફલાઈટમાં ટેક્નિકલ ખામી, વ્હીલ નીકળી જવું, ધૂમાડો દેખાવો, વિમાન ઉડવામાં સમસ્યા જેવી સમસ્યા થઈ રહી છે. આવી જ સમસ્યા રવિવારે 14મી સપ્ટેમ્બર અમદાવાદ એરપોર્ટ ખાતે ઈન્ડિગોની ફલાઈટમાં બની હતી.

App Store

અમદાવાદથી ગુવાહાટી જતી ઈન્ડિગોની ફલાઈટ સમયસર પ્લેન ટેક ઑફ ન થઈ શક્યું જેથી વિમાનમાં સવાર મુસાફરોને અઢી કલાક બેસાડી રાખવામાં આવ્યા. ટેક્નિકલ ખામી ફલાઈટમાં સર્જાઈ જતા મુસાફરો અટવાઈ ગયા હતા. જો કે, આખરે ફલાઈટ રદ કરી વિમાનમાં સવાર તમામ મુસાફરોને બીજી ફલાઈટમાં રવાના કરવામાં આવ્યા હતા. 

મળતી માહિતી અનુસાર, અમદાવાદ એરપોર્ટથી સવારે 8.22 મિનિટે આસામ રાજ્યની રાજધાની ગુવાહાટી જતી ઈન્ડિગોની ફલાઈટમાં અચાનક ટેક્નિકલ ખામી સર્જાઈ હતી. જેના લીધે વિમાન ટેક ઑફ ન કરી શક્યું. જેના લીધે અમદાવાદથી ગુવાહીટ જતા મુસાફરોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. મુસાફરોને વિમાનમાં અઢી કલાક બેસવાની નોબત આવી હતી. આખરે તંત્રએ છેલ્લે ઈન્ડિગોની ફલાઈટ રદ્દ કરીને વિમાનના મુસાફરોને અન્ય ફલાઈટમાં રવાના કર્યા હતા.