Adani Group: અદાણી ગૃપની આ કંપનીને બિહારમાં મોટો પ્રોજેક્ટ મળ્યો, હજારો લોકોને રોજગાર મળશે; 6 મહિનામાં શેર 27% વધ્યો

Adani Group: અદાણી પાવર લિમિટેડને બિહારમાં 2,400 મેગાવોટનો મોટો પાવર પ્રોજેક્ટ મળ્યો છે. કંપનીએ 3 બિલિયનનું રોકાણ કરવાની યોજના બનાવી છે. છેલ્લા છ મહિનામાં તેનો સ્ટોક 27% અને એક મહિનામાં 10% વધ્યો છે. આ પ્રોજેક્ટ હજારો લોકોને રોજગાર પણ આપશે.
અદાણી ગૃપની અદાણી પાવર લિમિટેડ (એપીએલ)ના શેરમાં છેલ્લા 6 મહિનામાં લગભગ 27%નો વધારો જોવા મળ્યો છે અને હવે કંપનીને બિહારમાં એક મોટો પ્રોજેક્ટ મળ્યો છે. એપીએલે બિહાર સ્ટેટ પાવર જનરેશન કંપની લિમિટેડ સાથે રાજ્યમાં ગ્રીનફિલ્ડ અલ્ટ્રા સુપર ક્રિટિકલ પાવર પ્લાન્ટ સ્થાપવા માટે 25 વર્ષના પાવર સપ્લાય એગ્રીમેન્ટ (પીએસએ) પર હસ્તાક્ષર કર્યા છે. આ પ્રોજેક્ટ 2,400 મેગાવોટ વીજળી સપ્લાય કરશે.
ઓગસ્ટમાં બિહાર સ્ટેટ પાવર જનરેશન કંપની લિમિટેડે નોર્થ બિહાર પાવર ડિસ્ટ્રીબ્યુશન કંપની લિમિટેડ અને સાઉથ બિહાર પાવર ડિસ્ટ્રીબ્યુશન કંપની લિમિટેડની તરફથી એપીએઓલને લેટર ઓફ એલોકેશન જારી કર્યો છે. અદાણી પાવરે પ્રતિ કિલોવોટ કલાકના સૌથી ઓછા દરે 6,075 રૂપિયાનો વીજ પુરવઠો આપીને આ પ્રોજેક્ટ હાંસલ કર્યો છે.
કંપની ૩ બિલિયન ડોલરનું રોકાણ કરશે
નવા પાવર પ્લાન્ટ બનાવવા માટે કંપની આશરે ૩ બિલિયન યુએસ ડોલરનું રોકાણ કરશે. આ પ્લાન્ટ ત્રણ ભાગમાં હશે, દરેક ભાગ 800 મેગાવોટનો હશે. આને ડિઝાઇન, નિર્માણ, ફાઇનાન્સ, માલિકી હક અને સંચાલન (ડીબીએફઓઓ)ના મોડલ હેઠળ પૂરો કરવામાં આવશે. આ પાવર પ્લાન્ટ માટે જરૂરી કોલસો સરકારની શક્તિ પોલિસી હેઠળ સુનિશ્ચિત કરવામાં આવી છે. આનો મતલબ છે કે, પ્લાન્ટ ચલાવવા માટે સુગમતાથી કોલસો મળશે અને આ પ્રોજેક્ટ સુચારુ રૂપથી ચાલશે.
3,000 લોકોને કાયમી રોજગાર મળશે
પ્લાન્ટના નિર્માણ દરમિયાન, લગભગ 10,000થી 12,000 લોકોને રોજગાર મળશે. જ્યારે પ્લાન્ટ કાર્યરત થશે, ત્યારે લગભગ ૩,૦૦૦ લોકોને કાયમી રોજગાર મળશે. કંપનીનો હેતુ આગામી 60 મહિના એટલે કે 5 વર્ષમાં આ સમગ્ર પ્લાન્ટને સંપૂર્ણપણે કાર્યરત કરવાનો છે. અદાણી પાવર ભારતની સૌથી મોટી ખાનગી થર્મલ પાવર કંપની છે. કંપની પાસે ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, રાજસ્થાન, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, ઝારખંડ અને તમિલનાડુમાં બાર પાવર પ્લાન્ટમાં ફેલાયેલી કુલ 18,110 મેગાવોટની વીજ ઉત્પાદન ક્ષમતા છે. તેની પાસે ગુજરાતમાં 40 મેગાવોટનો સૌર ઉર્જા પ્લાન્ટ પણ છે.
અદાણી પાવરની ટીમમાં તમામ ક્ષેત્રના એક્સપર્ટ સામેલ છે, જે કંપનીને આગળ વધારવામાં મદદરૂપ થાય છે. કંપની નવી ટેકનોલૉજી અને નવીનતાનો ઉપયોગ કરીને ભારતને વીજળીમાં આત્મનિર્ભર બનાવવા અને જરૂરિયાત કરતાં વધુ વીજળી ઉત્પન્ન કરતો દેશ બનાવવા માટે કામ કરી રહી છે. તેનો ઉદ્દેશ્ય બધા લોકોને સસ્તી અને સારી વીજળી પૂરી પાડવાનો છે.
1 મહીનામાં 10.78 ટકા અદાણી પાવરનો શેર ચઢ્યો
શુક્રવારે સપ્તાહના છેલ્લા કારોબારી સત્રમાં અદાણી પાવરનો શેર 3.86 ટકાની તેજી સાથે રૂ. 648.75ની સપાટીએ બંધ રહ્યો હતો. છેલ્લા પાંચ દિવસમાં આ શેર 1.96 ટકા અને એક મહીનામાં 10.78 ટકા વધ્યો છે. આ વર્ષે પણ આ સ્ટોકમાં 23.18 ટકાનો વધારો જોવા મળ્યો છે, જ્યારે છેલ્લા એક વર્ષમાં તેમાં 2.42%નો વધારો જોવા મળ્યો છે.

