Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / બનાસકાંઠા : Water has not receded yet in the villages of Tharad, people are very angry due to the flood-like situation

Banaskantha news: થરાદના ગામડાઓમાં હજી પાણી ઓસર્યા નથી, પૂર જેવી સ્થિતિથી લોકોમાં ભારે રોષ

Timeછેલ્લું અપડેટ : 13 Sept 2025
લાઇવ ટીવીGoogle News
Banaskantha news: થરાદના ગામડાઓમાં હજી પાણી ઓસર્યા નથી, પૂર જેવી સ્થિતિથી લોકોમાં ભારે રોષ
સોર્સ : GSTV

Banaskantha news: બનાસકાંઠા જિલ્લાના થરાદ, વાવ અને સુઈગામ વિસ્તારમાં તાજેતરમાં અતિ ભારે વરસાદના કારણે વરસાદી પાણી ગામડાઓમાં ઘૂસી જતા મોટી વિકટ સમસ્યા સર્જાઈ હતી પરંતુ વરસાદે વિરામ લીધાને  પાંચ દિવસ બાદ પણ પાણી ગામમાં યથાવત્ રહ્યા છે. જેથી ગામ લોકો રોષે ભરાયા હતા.  

App Store

થરાદના રામપુરા ગામના ડેપ્યુટી સરપંચના પતિએ જણાવ્યું હતું કે આજે ચારથી પાંચ દિવસ બાદ પણ ગામની પરિસ્થિતિ અને ગામમાં પાણી સમસ્યા યથાવત છે તંત્રને જાણ કરવા છતાં કોઈ પણ નિવારણના લાવતાં ગામ લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે સરકાર અને નેતાઓ વાતો મોટી કરે છે પરંતુ સમસ્યાનો કોઈ ઉકેલ લાવતા નહીં તેવા આક્ષેપ કર્યા હતા ત્યારે રામપુરા ગામના લોકોએ  જણાવ્યું હતું કે પરિસ્થિતિ બહુ ખરાબ છે અને તેના કારણે રોગચાળો ફાટી નીકળવાની પણ હવે તો દહેશત દેખાઈ રહી છે ત્યારે વહેલી તકે કાયમી પાણીનો નિકાલ આવે તે જરૂરી છે.