Video: ધારી સફારી પાર્કના સિમ્બા સિંહનો વીડિયો વાયરલ, વનવિભાગે પજવણીના આક્ષેપો અંગે કર્યો ખુલાસો

અમરેલીના ધારી સ્થિત આંબરડી સફારી પાર્કના સિમ્બા નામના સિંહનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં સિંહ પોતાના નિર્ધારિત લોકેશનથી અન્ય માર્ગે જતો જોવા મળતાં વનવિભાગના કર્મચારીઓ તેને પરત વાળવા બાઈક દ્વારા પ્રયાસ કરતા નજરે પડે છે. આ મામલે ધારીના ઇન્ચાર્જ ACF અમિત વાણિયાએ ખુલાસો કર્યો છે કે દિવાળીના કારણે સફારી પાર્કમાં પ્રવાસીઓની સંખ્યા વધી છે. સાંજે સફારી પાર્કનો સમય પૂર્ણ થતાં સિંહ પોતાના રહેઠાણ વિસ્તારમાં જવાને બદલે અન્ય માર્ગે જતો હોવાથી સ્ટાફે તેને યોગ્ય દિશામાં વાળ્યો હતો. ACFના જણાવ્યા મુજબ વીડિયોમાં સિંહની પજવણી થઈ હોવાનું જણાતું નથી. જોકે, સાવચેતીના ભાગરૂપે વનવિભાગે સંબંધિત સ્ટાફને કારણદર્શક નોટિસ ફટકારી ખુલાસો માંગ્યો છે.
જાહેરાત






