Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમરેલી : VIDEO: Congress leader Pratap Dudhat's reaction to IFFCO Chairman Dilip Sanghani's tweet

VIDEO: ઈફ્કોના ચેરમેન દિલીપ સંઘાણીના ટ્વિટ મુદ્દે કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાતની પ્રતિક્રિયા

Timeછેલ્લું અપડેટ : 04 Nov 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: દેશની જાણીતી ઈફ્કોના ચેરમેન એવા દિલીપ સંઘાણીના ટિવટ બાદ રાજનીતિ ગરમાઈ હોવાનું સામે આવ્યું છે. દિલીપ સંઘાણીના ટૂંકા ટ્વિટમાં રહસ્ય છે. દીકરીના નિહાકા લાગ્યા કરીને સંઘાણીએ કર્યું ટ્વિટ કર્યું હતું. જે અંગે કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાતે પ્રતિક્રિયા આપી હતી. તેમને જણાવ્યું કે, ટ્વિટની મને હમણાં જાણકારી મળી એ વિશે મારે કાઈ કહેવું નથી મારો મુખ્ય મુદ્દો ખેડૂતોનો છે. ટ્વિટમાં ઉલ્લેખ કર્યો છે કે એક દીકરીની હાય લાગી ભૂતકાળમાં કાઈ બનાવ જિલ્લામાં બન્યા હશે એ બારામાં ટ્વિટ થયું હશ. એ ટ્વિટ કરતા આજે કેટલી બહેન દીકરીઓ ખેતરમાં કામ કરે છે ને ટ્વિટ સાથે એટલે જોડી રહ્યો છું કે ટાઢ, તડકા, ચોમાસમાં માતા, બહેનો પરસેવો પાડે ત્યારે એના હાથમાં આવેલો કોળિયો ઝૂંટવાઈ ગયો હોવાનું પ્રતાપ દુધાતે જણાવ્યું હતું. 

App Store

આગળ તેમને જણાવ્યું તેમ ખેતી બચાવો અભિયાનમાં દિલીપભાઈ પણ અમોને સહકાર આપે તેવી વિનંતી કરીએ છીએને વિશ્વાસ રાખીએ અમને સહકાર આપશે તેવી તેમને હાકલ કરી હતી. એક દીકરીના પિતાને આજે ફી ભરવાના પૈસા નથી વેકેશન ખુલ્યું છે. હમણાં એક બાપા મારી પાસે આવ્યા ને મારી દીકરીને ભણાવવી છે પણ પૈસા નથી આ કરુણતા કેટલી ગંભીર છે. રાજ્ય સરકારે સમજવાની જરૂર છે, બટકું નથી જોતું માખણ પીંડાની વાત નથી જોતી માત્ર ખેડૂતોના દેવા માફ કરે તેવી વિનંતી પ્રતાપ દુધાતે કરી હતી.