Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મહીસાગર : VIDEO: Vigilance investigation after 11 BJP members allege corruption against Lunawada Municipality president

VIDEO: લુણાવાડા નગરપાલિકામાં ભાજપના જ 11 સભ્યોની પ્રમુખ વિરુદ્ધ ભ્રષ્ટાચારની રજૂઆતથી વિજિલન્સ તપાસ

Timeછેલ્લું અપડેટ : 04 Nov 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: મહીસાગર જિલ્લાના લુણાવાડા નગરપાલિકાના પ્રમુખ સામે ભાજપ પક્ષના જ 11 સભ્યોએ પ્રમુખ સામે વિરોધ શરુ કર્યો છે. ભ્રષ્ટાચાર અંગેના આરોપો મૂકી પ્રમુખ સામે તપાસ થાય તેવી ગાંધીનગર વિજિલન્સને રજૂઆતો કરી હતી. જેને પગલે આખરે ગાંધીનગરથી શહેરી વિકાસના નાયબ કમિશનર તેમજ વડોદરા પ્રાદેશિક કચેરીના 15 સભ્યોની ટીમે લુણાવાડા ખાતે પહોંચીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. 

App Store

લુણાવાડા પાલિકા પ્રમુખ વિરુદ્ધ એલઇડી લાઇટ, ટાઈમર સ્વીચ કૌભાંડ અને સ્વિમિંગ પુલમાં બારોબાર ચૂકવણા અંગે ગેરરિતીના ગંભીર આક્ષેપો પક્ષના સભ્યોએ જ કરી હતી. એલઇડીમાં 15 લાખ ટાઈમર સ્વિચમાં 32 લાખ અને સ્વિમિંગ પુલમાં 45 લાખ રૂપિયા બારોબાર ચૂકવ્યા હોવાનો આરોપ લગાવ્યો છે. આ ત્રણેય કામોમાં પ્રમુખની પોતાની એજન્સી હોવાના ગંભીર આક્ષેપો પાલિકાના ભાજપના 11 સભ્યોએ કર્યા હતા. ત્રણેય કામોના દસ્તાવેજી પુરાવા ફાઈલોના પોટલા લઈ વિજિલન્સની ટીમ ગાંધીનગર રવાના થઈ ગઈ હતી. ભાજપ શાસિત લુણાવાડા નગરપાલિકામાં ભાજપના સભ્યોના પ્રમુખ વિરુદ્ધ ભ્રષ્ટાચારના આક્ષેપોથી ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચ્યો છે.