Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : VIDEO: Voter list reform program begins today in Surat regarding SIR

VIDEO: સુરતમાં SIRને લઈ આજથી મતદારયાદી સઘન સુધારણા કાર્યક્રમનો પ્રારંભ

Timeછેલ્લું અપડેટ : 04 Nov 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: દેશમાં છેલ્લા કેટલાક મહિનાઓની જેની ચર્ચા વિરોધ પક્ષ જોરજોરથી કરી રહ્યો હતો તે SIRને લઈ જિલ્લા કલેકટરે આજે કચેરીમાં પત્રકાર પરિષદ  યોજી SIR અંગે જે પણ વાંધા, પ્રશ્નો કે મૂંઝવણ હતી તે અંગે વિસ્તારથી સ્પષ્ટતા કરી હતી.

App Store

સુરત જિલ્લા કલેકટરે આજે SIR અંગે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમને જણાવ્યું હતું કે, આજથી મતદારયાદી સઘન સુધારણા કાર્યક્રમનો પ્રારંભ થઈ રહ્યો છે. 21 વર્ષ પહેલા SIRની પ્રક્રિયા કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા શરુ કરવામાં આવી હતી. મતદાર યાદી સુધારણા અને તેની વિસંગતતા દૂર કરવા માટે 3 વખત BLO લોકોનાં ઘરે જશે. 

મતદાર યાદીમાં મેપ નહીં થયા તેવા મતદારોને નોટિસ ફટકારવામાં આવશે. નોટિસ બાદ આવા મતદારોની સુનાવણી થશે. સુનાવણી બાદ નક્કી થશે કે આવા મતદારોને યાદીમાં નામ સમાવવાનું છે કે નથી. BLO 4 નવેમ્બરથી 4 ડિસેમ્બર સુધી દરેક મતદારોના ઘરે ઘરે જશે. આ અંગે મતદારોને પુરાવાની યાદી આપવામાં આવશે. 9 ડિસેમ્બરના રોજ ડ્રાફ્ટ મતદાન યાદીનું પ્રકાશન થશે. 9 ડિસેમ્બરથી 8 જાન્યુઆરી સુધી દાવા અને વાંધા અરજી કરી શકાશે. 9 ડિસેમ્બરથી 31 જાન્યુઆરી સુધી સુનાવણી અને ચકાસણી કરાશે. 7 ફેબ્રુઆરી 2026ના રોજ અંતિમ મતદાર યાદી જાહેર થશે. અને છેલ્લે બે રાજ્યોમાં મતદાન કાર્ડ ધરાવતા મતદારો પર કાર્યવાહી થશે.