VIDEO: અમરેલીના સાવરકુંડલાના ઠવી ગામે સિંહનો પશુપાલક પર હુમલો
સોર્સ : gstv
અમરેલીના સાવરકુંડલાના ઠવી ગામે ગત રાત્રે પશુપાલક પર સિંહના હુમલાની ઘટના સામે આવી છે, જે આ વિસ્તારમાં સિંહ હુમલાની સવા મહિનામાં છઠ્ઠી ઘટના છે. પ્રાપ્ત વિગતો મુજબ, ઠવી ગામના રહેવાસી પશુપાલક રાજુ વાઘેલા પોતાના ઘરની ઓસરીમાં સૂતા હતા, ત્યારે અચાનક સિંહે આવીને તેમના પર હુમલો કર્યો હતો. સિંહના હુમલાને કારણે રાજુ વાઘેલાએ બચાવ માટે બૂમો પાડતા આસપાસના લોકો જાગી ગયા હતા. સિંહે પશુપાલકના પગ પર ગંભીર રીતે ઇજાઓ પહોંચાડી હતી. ગંભીર રીતે ઘવાયેલા યુવકને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા સાવરકુંડલા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેમને પગના ભાગે ૨૫ જેટલા ટાંકા આવ્યા છે. આ ઘટનાને પગલે સ્થાનિક ગ્રામજનોમાં ભારે ફફડાટ અને વનવિભાગ સામે રોષ જોવા મળી રહ્યો છે.

