VIDEO: અમરેલીમાં ધોધમાર વરસાદ, રસ્તાઓ પર નદીઓ વહેતી થઈ
સોર્સ : gstv
અમરેલી જિલ્લાના જાફરાબાદ પંથકમાં ધોધમાર વરસાદ વરસતા સમગ્ર ગ્રામીણ વિસ્તારો જળબંબાકાર બન્યા છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસેલા ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે અને સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે. વઢેરા, કડિયાળી, નાગેશ્રી અને હેમાળ સહિતના ગામોમાં વરસાદથી પરિસ્થિતિ વધુ ગંભીર બની છે. રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં સ્થાનિક લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એક તરફ વાવણી માટે અનુકૂળ માહોલ સર્જાયો છે તો બીજી તરફ પાણી ભરાવાના કારણે પાકને નુકસાન થવાની ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.

