Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમરેલી : Rain in Amreli: Unseasonal rain in many places including Savarkundla-Rajula, a wave of concern among farmers

Rain in Amreli : સાવરકુંડલા-રાજુલા સહિત ઘણા સ્થળોએ કમોસમી વરસાદ, ખેડૂતોમાં ચિંતાનું મોજું

Timeછેલ્લું અપડેટ : 25 Oct 2025
લાઇવ ટીવીGoogle News
Rain in Amreli : સાવરકુંડલા-રાજુલા સહિત ઘણા સ્થળોએ કમોસમી વરસાદ, ખેડૂતોમાં ચિંતાનું મોજું
સોર્સ : GSTV

Rain in Amreli : હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં 4 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે, ત્યારે શનિવારે (25 ઓક્ટોબર) મોડી સાંજથી અમરેલીના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. જેમાં ખાંભા, ધારી, સાવરકુંડલા, રાજુલા, બગસરા પંથકમાં સહિતના સ્થળોએ માવઠું થયું છે.

App Store

બગસરામાં કમોસમી વરસાદથી ખેડૂતોના પાક પર પાણી ફરી વળ્યા
અમરેલી જિલ્લના અનેક સ્થળોએ વરસાદ ખાબક્યો છે. જેમાં બગસરા શહેર અને કાગદડી, સમઢિયાળા, ઝાઝરિયા, હામાપુર સહિતના ગામોમાં માવઠું થયું છે. કમોસમી વરસાદથી ખેડૂતોના કપાસ, સોયાબીન, મગફળી સહિતના તૈયાર પાક પર પાણી ફરી વળતાં ભારે નુકસાનની થઈ હોવાનું ખેડૂતોનું કહેવું છે. 

રાજુલા પંથકમાં વરસાદ
અમરેલીના રાજુલા પંથકમાં કમોસમી વરસાદ થયો. જેમાં રાજુલા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જેમાં રાજુલાના ડુંગર, છતડિયા, નવી-જૂની માંડરડી સહિત ગામોમાં અને ખેરા, પટવા સહિત દરિયાકાંઠાના ગામોમાં પણ વરસાદ થતાં ખેડૂતોમાં ચિંતામાં મૂકાયા છે. 

જાફરાબાદ કોસ્ટલ બેલ્ટ પંથક સહિત ગ્રામીણ વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ છે. જેમાં જાફરાબાદના ભાકોદર, લોઠપુર, લુણસાપુર, મીતયાળા સહિત ગામડાંઓમાં વરસાદ થયો છે. જ્યારે સાવરકુંડલાના થોરડી ગામમાં ધોધમાર વરસાદી ઝાપટું થયું છે. ખાંભા શહેરમાં ધોધમાર વરસાદના કારણે રોડ-રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા હતા.