Amreli news: ધારીથી જૂનાગઢ-વેરાવળ ટ્રેન ફરી શરૂ થશે, એન્જિન દોડાવીને કરાયું ટ્રાયલ

સોર્સ : GSTV
અમરેલી જિલ્લાના ધારીથી જૂનાગઢ-વેરાવળ ટ્રેન ફરી શરૂ થશે. રેલવે વિભાગ દ્વારા એન્જિન દોડાવીને ટ્રાયલ કરવામાં આવ્યું છે. આ ટ્રેન શરૂ થયા બાદ ધારી તાલુકામાં બંધ પડેલી રેલ્વે સેવાઓ ફરી કાર્યરત થશે.
એન્જિન દોડાવીને ટ્રાયલ કરાયું ટ્રાયલ
ધારીથી જૂનાગઢ-વેરાવળ ટ્રેન ફરી શરૂ કરવા રેલવે વિભાગ દ્વારા નિર્ણય લેવાયો છે, જે બાદ ધારી તાલુકામાં બંધ પડેલી રેલ્વે સેવાઓ ફરી કાર્યરત થશે. રેલ્વે વિભાગ દ્વારા એન્જિન દોડાવીને ટ્રાયલ કરવામાં આવ્યું છે. ધારીથી વિસાવદર, તલાલા, સાસણ, જૂનાગઢની રેલ્વે સેવાઓ ફરી શરૂ થતાં અપડાઉન કરતાં તેમજ સ્થાનિકોને પરિવહન સેવાઓનો વધુને વધુ લાભ મળશે.

