Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમરેલી : In Amreli, a brother brutally murdered his brother by stabbing him with a sharp weapon

અમરેલીમાં સગા ભાઈએ જ ભાઈની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી કરી ક્રૂર હત્યા, લોહીના સંબંધો લજવાયા

Timeછેલ્લું અપડેટ : 24 Jun 2026
લાઇવ ટીવીGoogle News
અમરેલીમાં સગા ભાઈએ જ ભાઈની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી કરી ક્રૂર હત્યા, લોહીના સંબંધો લજવાયા
સોર્સ : gstv

અમરેલી શહેરમાંથી કળિયુગની પરાકાષ્ઠા સમાન એક અત્યંત હચમચાવનારી અને લોહીના સંબંધોને લજવતી ઘટના સામે આવી છે. અહીં સગા ભાઈએ જ પોતાના ભાઈની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને હત્યા કરી નાખતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. આ લોહિયાળ ઘટના અમરેલીના એસટી બસ સ્ટેન્ડ નજીક આવેલા ઝૂંપડપટ્ટી વિસ્તારમાં મોડી રાત્રે બની હતી.

App Store

તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી ભાઈને મોતને ઘાટ ઉતાર્યો

મળતી વિગતો અનુસાર, અમરેલી બસ સ્ટેન્ડ પાસેની ઝૂંપડપટ્ટીમાં રહેતા પરિવારોના બે ભાઈઓ વચ્ચે કોઈ અગમ્ય કારણોસર મોડી રાત્રે ઉગ્ર બોલાચાલી અને ઝઘડો થયો હતો. આ વિવાદ એટલો વધી ગયો કે ભાઈએ ગુસ્સા પરનો કાબૂ ગુમાવી દીધો હતો અને ઘરમાં પડેલું તીક્ષ્ણ હથિયાર ઉઠાવી લીધું હતું. તેણે ભાઈ મનોજ વણોદિયા પર તીક્ષ્ણ હથિયાર વડે ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા હતા. ગંભીર રીતે ઘવાયેલા મનોજ વણોદિયા નામના આ યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

ભાગી છૂટે તે પહેલાં જ પોલીસે આરોપીને દબોચ્યો

હત્યાની આ સનસનાટીભરી ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી ભાઈ ઘટનાસ્થળેથી ફરાર થઈ જવાની પેરવીમાં હતો. જો કે, ઘટનાની જાણ સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક પોલીસને કરવામાં આવી હતી. અમરેલી પોલીસે જરાય સમય બગાડ્યા વિના ત્વરિત એક્શન લીધા હતા અને નાકાબંધી કરીને હત્યારો ભાઈ શહેર છોડીને નાસી છૂટે તે પહેલાં જ તેને સકંજામાં લઈ ઝડપી પાડ્યો હતો. પોલીસે હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડીને કાયદેસરનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. બંને ભાઈઓ વચ્ચે કયા કારણે ઝઘડો થયો હતો તે અંગે પોલીસ આરોપીની આકરી પૂછપરછ કરી રહી છે.